Tuesday, December 15, 2009

Fwd: જીંદગી

બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી

દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી

એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી

- હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)No comments: