Friday, December 25, 2009

વટાળ પ્રવૃત્તી

This is must. Christianity is like steam rollar, crusadiing, without sprading a drop of bood. And they destroy whole civilisations, without mercy!
See this link & attached news!
દ. ગુ. અને મહારાષ્ટ્રનાં આદિવાસી ક્ષેત્રોમાં વટાળપ્રવૃત્તિ સામે રામાનંદીઓનો મોરચો

અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ભોળા આદિવાસીઓને સેવાના નામે ખ્રિસ્તી બનાવવા સામે રામાનંદીઓએ મોરચો ખોલ્યો છે અને છેલ્લાં અઢી વર્ષમાં વટલાઈને ખ્રિસ્તી બની ગયેલા ૧ લાખ પરિવારોના લગભગ ૫ લાખ આદિવાસીઓને શુદ્ધિકરણ કર્યા પછી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે.

આ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં નાણીજધામ ખાતે છે અને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનાં આદિવાસી ક્ષેત્રોમાં ગામેગામ તેમના કેન્દ્રો ચાલે છે. સ્વામી નરેન્દ્રાચાર્યે દમણ ખાતે મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યુ હતું કે તેમના સંપ્રદાય દ્વારા હાલ સુધીમાં ૧૦૦૨૦૫ પરિવારોને હિન્દુ ધર્મમાં શુદ્ધિકરણ દ્વારા પાછા લાવવામાં આવ્યા છે. જો એક પરિવારદીઠ ૫ સભ્યો ગણીએ તો સંપ્રદાય દ્વારા ૫ લાખથી વધુ લોકોનું શુદ્ધિકરણ કરાયું છે. સંપ્રદાય દ્વારા ધર્મજાગરણ માટે ૧૦,૦૦૦ યુવક-યુવતીઓની ફોજ પણ તૈયાર કરાઈ રહી છે.

સુરતમાં સોમવારે સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજના પ્રવચન અને દર્શન મહોત્સવમાં ૧૭૨૬ ખ્રિસ્તી પરિવારો (૩૫૦૦થી વધુ લોકો)ને હિન્દુ ધર્મમાં ફરી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વ્યારા, વાંસદા, ધરમપુર, કપરાડા આહવા , વલસાડ, ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરનાં ગામોના હજારો આદિવાસીઓએ ભાગ લીધો હતો.

રાજયમાં ધર્માન્તરણ અંગેનો કાયદો અસ્તિત્વમાં છે અને કોઇપણ વ્યકિતએ ધર્મ બદલતા પહેલા કલેકટરની પરવાનગી લેવી જરૂરી છે. શ્રી સંપ્રદાય દ્વારા કે ધર્માંતરણ કરનારા લોકો દ્વારા આવી કોઇ પરવાનગી લેવામાં આવી ન હતી, જેને કારણે વિવાદ ઊભો થયો હતો. જોકે, સંપ્રદાયના અગ્રણીઓની દલીલ છે કે તેઓ ધર્માંતરણ નહીં પરંતુ શુદ્ધિકરણ કરાવે છે.

આ અંગે પૂછતાં શ્રી સંપ્રદાયના સુરત જિલ્લા સેવા સમિતિના સચિવ યશવંત મોરેએ જણાવ્યું હતું કે તેમનો સંપ્રદાય ધર્માંતરણ કરાવતો નથી, એટલે પરવાનગી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સુરત ખાતે જે પણ લોકો મહોત્સવમાં જોડાયા હતા તે પોતાની સ્વેરછાએ આવ્યા હતા અને તેમણે સ્વામીજીની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં પુન:પ્રવેશ માટે સંકલ્પ લીધો હતો.

મોરેની દલીલ હતી કે આ પ્રક્રિયા ધર્માન્તરણ કહેવાય નહીં , કારણ કે જે ૧૭૨૬ ખ્રિસ્તી પરિવારો હિન્દુ ધર્મમાં આવ્યાં છે તે અગાઉ હિન્દુ જ હતાં. તેઓ ખ્રિસ્તી બન્યા તેનો કોઇ રેકર્ડ પણ સરકારી કચેરી પર નથી તો પછી તેઓ પાછા હિન્દુ બન્યાં તેવું કેવી રીતે કહી શકાય? તેમણે તો ફકત શુદ્ધિકરણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

સુરતમાં શુદ્ધીકરણ અંગે તપાસનો આદેશ, શુદ્ધીકરણ કાયદાનું ઉલ્લંઘન નથી

સુરતના શુદ્ધિકરણ કાર્યક્રમ બાદ રાજય સરકારે આ મામલે જિલ્લા કલેકટર અશોક શાહને આ ઘટના ક્રમનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. જિલ્લા કલેકટર અશોક શાહે આ મામલે તપાસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. શાહે જણાવ્યું કે વાસ્તવમાં ધર્માંતરણ કરવામાં આવ્યું છે કે નહીં, તે મામલે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે. શ્રી સંપ્રદાય દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવ્યું હશે તો આ મામલે કાયદા અન્વયે કોઇ પણ કાર્યવાહી શકય નથી. આવતા બે દિવસમાં તપાસ રિપોર્ટ આવવાની સંભાવના છે. કલેકટરે પોલિસ પાસે પણ તપાસ રિપોર્ટ માંગ્યો છે.

શુદ્ધીકરણ એ ધર્માન્તરણ ન કહેવાય: આચાર્ય ભટ્ટ

સંપ્રદાય દ્વારા ધર્મજાગરણ માટે ૧૦,૦૦૦ યુવક-યુવતીઓની ફોજ પણ તૈયાર કરાઈ રહી છે.સુરતમાં સોમવારે સ્વામી નરેન્દ્રાચાર્ય મહારાજના પ્રવચન અને દર્શન મહોત્સવમાં ૧૭૨૬ ખ્રિસ્તી પરિવારો (૩૫૦૦થી વધુ લોકો)ને હિન્દુ ધર્મમાં ફરી લાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વ્યારા, વાંસદા, ધરમપુર, કપરાડા આહવા , વલસાડ, ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરનાં ગામોના હજારો આદિવાસીઓએ ભાગ લીધો હતો.

રાજયમાં ધર્માન્તરણ અંગેનો કાયદો અસ્તિત્વમાં છે અને કોઇપણ વ્યકિતએ ધર્મ બદલતા પહેલા કલેકટરની પરવાનગી લેવી જરૂરી છે. શ્રી સંપ્રદાય દ્વારા કે ધર્માંતરણ કરનારા લોકો દ્વારા આવી કોઇ પરવાનગી લેવામાં આવી ન હતી, જેને કારણે વિવાદ ઊભો થયો હતો. જોકે, સંપ્રદાયના અગ્રણીઓની દલીલ છે કે તેઓ ધર્માંતરણ નહીં પરંતુ શુદ્ધિકરણ કરાવે છે.

આ અંગે પૂછતાં શ્રી સંપ્રદાયના સુરત જિલ્લા સેવા સમિતિના સચિવ યશવંત મોરેએ જણાવ્યું હતું કે તેમનો સંપ્રદાય ધર્માંતરણ કરાવતો નથી, એટલે પરવાનગી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સુરત ખાતે જે પણ લોકો મહોત્સવમાં જોડાયા હતા તે પોતાની સ્વેરછાએ આવ્યા હતા અને તેમણે સ્વામીજીની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં પુન:પ્રવેશ માટે સંકલ્પ લીધો હતો.

મોરેની દલીલ હતી કે આ પ્રક્રિયા ધર્માન્તરણ કહેવાય નહીં , કારણ કે જે ૧૭૨૬ ખ્રિસ્તી પરિવારો હિન્દુ ધર્મમાં આવ્યાં છે તે અગાઉ હિન્દુ જ હતાં. તેઓ ખ્રિસ્તી બન્યા તેનો કોઇ રેકર્ડ પણ સરકારી કચેરી પર નથી તો પછી તેઓ પાછા હિન્દુ બન્યાં તેવું કેવી રીતે કહી શકાય? તેમણે તો ફકત શુદ્ધિકરણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

હિન્દુ ધર્મ ખતરામાં છે: સ્વામી નરેન્દ્રાચાર્ય

સ્વામી નરેન્દ્રાચાર્ય તેમના ધર્માન્તરણના વિચારો પ્રગટ કરતા કહે છે કે હિન્દુ ધર્મ નબળો પડયો છે અને ખતરામાં છે. મોગલોએ ૫૦૦૦ વર્ષ જૂના હિન્દુ ધર્મને નીચો પાડયો હતો. આ ધાર્મિક આક્રમણે હિન્દુ ધર્મને ખૂબ નુકસાન પહોંચાડયું હતું. આ પછી જયારે હિન્દુ ધર્મ બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે જ ખ્રિસ્તી મિશનરીઓએ તેમને નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી. તેમણે ખોટા દાવાઓ અને વચનો આપીને હિન્દુઓને યેન કેન પ્રકારેણ ખ્રિસ્તી બનાવ્યા. આજકાલ પ્રાર્થનાઓના ઓથા હેઠળ ખ્રિસ્તીકરણ ચાલી રહ્યું છે. ધર્માન્તરણના મૂળમાં ગરીબી નથી. હિન્દુઓ સામાન્ય માણસ સુધી પહોંચી શકયા નથી તેને કારણે ધર્માંતરણ થાય છે.

શુદ્ધીકરણ ૧૬ સંસ્કાર પૈકીનો એક : ભટ્ટ

શુદ્ધિકરણ એ ધર્માન્તરણ કહેવાય કે નહીં તે અંગે પૂછતાં સૂર્યપુર સંસ્કત પાઠશાળાના આચાર્ય ચન્દ્રકાંત ભટ્ટે જણાવ્યું હતું કે શુદ્ધિકરણની પ્રક્રિયામાં કયાંય ધર્માન્તરણ આવતું નથી. આ હિન્દુ ધર્મમાં કરવામાં આવતાં ૧૬ સંસ્કારોમાંથી એક સંસ્કાર છે જેને યજ્ઞોપવિત સંસ્કાર સાથે સરખાવી શકાય. સુરતમાં કરાયેલા શુદ્ધિકરણ કાર્યક્રમમાં પણ લોકોને જનોઈ જ આપવામાં આવી હતી. આમ સમગ્ર રીતે જોતાં શુદ્ધિકરણ એ ધર્માન્તરણ નથી.

સુપ્રીમના મતે હિન્દુઇઝમ જીવનશૈલી : ટોપીવાલા

કાયદાની દષ્ટિએ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા ધર્માન્તરણ કહી શકાય કે નહીં? આ અંગે વકીલ હેમંત ટોપીવાલાએ કહ્યું હતું કે જો શ્રી સંપ્રદાયના અગ્રણીઓ કહેતા હોય કે તેમણે શુદ્ધિકરણ કરાવ્યું છે તો ધર્માન્તરણની વાત જ ઊડી જાય છે. આમ પણ સુપ્રીમ કોર્ટે હિન્દુધર્મને ધર્મ તરીકે નહીં પણ જીવનશૈલી તરીકે ગણાવ્યો છે. આમ જો હિન્દુ ધર્મ જેવી કોઇ વ્યવસ્થા જ અસ્તિત્વમાં ન હોય તો પછી કોઇ ખ્રિસ્તીમાંથી હિન્દુ કેવી રીતે બની શકે છે?

DR. Nilkamal R. Joshi
M.S., M.Ch. ( Urology )

http://windows.microsoft.com/shop Find the right PC for you.

No comments: