Sunday, March 11, 2012

સ્વામી વિવેકાનંદ - રામકૃષ્ણ પરમહંસ ના પ્રેરક સુવિચાર



સ્વામી વિવેકાનંદ ના પ્રેરક સુવિચાર     


- કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
- તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
- ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
- પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
- સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
- જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
- વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

- પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.
- જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.
- વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલે થીજ  હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.
- કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.
- જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; 'હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.' આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકસો.

રામકૃષ્ણ પરમહંસ ના પ્રેરક સુવિચાર
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.

02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.

03. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે. જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.

04. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી. ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.

05. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લેઅ છે. પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.

06. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.

07. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.

08. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.

09. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.

10. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે. પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.

11. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.




No comments: