Thursday, August 1, 2013

: Quotes




ઉમર લાયક તો આપમેળે થઇ જવાય,
પણ લાયક થવામા ઘણીવાર આખી જિંદગી નીકળી જાય.
 
જીવનમા ક્યારેક પણ મોડી સફળતા મળે તો નિરાશ ન થશો, કારણ
કે મકાન ચણવા કરતા મહેલ ચણવામાં હાંમેશા વાર લાગે છે.
 
સારા શબ્દો બોલતા નહીં આવડે તો કાંઈ નહીં, પરંતુ સારા
શબ્દો ઝીલતા જો આવડી જાય તો જીવન ધન્ય બની જશે.
 
સમજ્યા વગર કોઈને પસાંદ ના કરતા, નાસમજમા કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમા હોય છે દિલ માં નહીં, એમા સંબંધ ઉપર જ પૂર્ણવિરામ ના મુકી દેતા.
 
તણાવ(ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ સ્મૃતિ  આનંદ ને
એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે
 
ક્રોધ પ્રીતિ નો નાશ કરે છે, માન વિનય નો નાશ કરે છે,
માયા મિત્રો નો નાશ કરે છે, લોભ સર્વનો  નાશ કરે છે
 
પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે,
પરંતુ એના સદુઉપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ.
 

No comments: