જો કોઇ વ્યક્તિ ખરેખર કંઇક હાંસલ કરતો હોય છે ત્યારે
આખું વિશ્વ એક થઇને તેને તેનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરતું હોય છે.
જે વ્યક્તિ ને પોતાનું કોઈ લક્ષ્ય નથી હોતું તે હંમેશા બીજાના લક્ષ્ય માટે કામ કરતો રહે છે.
વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય,
પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી.
વિશ્વને બદલવાનો પ્રયત્ન ન કરો.
પ્રયત્ન કરવો હોય તો લોકોના વિચારોને બદલવાનો પ્રયત્ન કરો. કારણ કે,
લોકોના વિચારો બદલાશે તો વિશ્વ પણ બદલાશે.
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
જો તમે એ વાત ન જાણતા હોવ કે લોકો તમારામાં શું જુએ છે તો એક અરિસા સામે ઉભા રહી જાઓ.
તમે તમારી અંદર જે નિહાળશો એ જ બાબત લોકો પણ તમારામાં નિહાળશે
ખોટી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક સારું હશે તો પણ તમને નફરત કરશે
અને સારી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક ખૂટતું હશે તો પણ તમારો આદર કરશે
This is blog of Dr Jayanti Bhadesia about religious, patriotic, inspiring and human heart touching things to share with friends
Friday, August 16, 2013
Quotes
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment