Tuesday, May 4, 2010

Health tips

Health Tits Bits....... 

(
) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
   
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ


(
) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા
,  
   
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ


(
) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ  રોગીનું
,
   
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું


(
) બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન
,
     
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન


(
) રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી

   
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે  રાજી
 

(
) ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય

   
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય


(
) મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર

     
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર


(
) ખાંડ,મીઠું અને સોડા સફેદ ત્રણ ઝેર કહેવાય
,
     
નિત ખાવા પીવામાં વિવેક બુદ્ધિથી લેવાય


(
) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી


(
૧૦) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ

     
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ


(
૧૧) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો
,
     
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો


(
૧૨) ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય
,
     
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય


(
૧૩) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ
,
     
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું  માંદુ


(
૧૪) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ

       
લીંબુમાં અવગુણ એક નહીં,  ગુણ છે પુરા વીસ


(
૧૫) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી
,
       
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી


(
૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ  ઔષધ ઉપવાસ
 
       
હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

No comments: