Friday, May 3, 2013

Quotes.


વાણી અને પાણી સંભાળીને વા૫રવાં જોઇએ.શબ્દો વૃદ્ધિ ૫ણ કરે અને વિનાશ ૫ણ કરે.શબ્દો મારે અને શબ્દો તારે છે.શબ્દો ઉ૫રનો સંયમ ઉત્તમ તપ અને ઉપાસના છે.

 

વાણી ઐસી બોલીએ મનકા આપા ખોઇ,

ઔરન કો શિતલ કરે આપકી શિતલ હોઇ..!

 

શબ્દ સંભાળી બોલીયે,

શબ્દકે હાથ પાંવ,

એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાવ..!

 

માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે કોઇ જગ્યાએ ધ્યાન આપતો નથી ૫ણ જ્યારે સત્સંગ ભજનમાં બેઠો હોય છે ત્યારે બધે ધ્યાન આપે છે.

 

ઇશ્વર એકવારની ભૂલ માફ કરી શકે,પરંતુ એકની એક ભૂલ ફરી માફ કરી શકે.

એકની એક ભૂલ વારંવાર કરવી તે બેદરકારી છે.ઇશ્વર પાસે આપણે ભૂલો સુધારવા ભેજું અને તે સ્વીકારવા કલેજું માંગીએ..

 


No comments: