Thursday, August 19, 2010

GUJARATI TIPS..................prem patel

[ક] રસોઈ ટિપ્સ  

[1]
લીલા ચણા અથવા વટાણા બાફતી  વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[2]
રોટલી માટે  લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી  બનશે.

[3]
ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની  ચીકાશ ઓછી થશે.

[4]
મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ  દહીં જમાવી શકાય છે.

[5]
ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં  નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી  દાણા અલગ-અલગ રહેશે.

[6]
ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ  ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

[7]
પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[8]
મીઠા સક્કરપારા  બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[9]
ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા  પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[10]
બિસ્કિટ પર  દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા  થશે.

[11]
વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો  છંટકાવ કરવો અને પછી તળવી.

[12]
દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને  કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.

[13]
પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

[14]
ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને  છે.

[15]
સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ  ફૂલેલાં બનશે.

[
ખ] આરોગ્ય ટિપ્સ

[1]
વરિયાળી સાથે આદું અથવા  જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

[2]  
હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના  પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

[3]
ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ  મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે  છે.

[4]
શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ  મટે છે.

[5]
એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી
કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.


[6]
ખોરાક પચતો ન હોય તેમણે  જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

[7]
ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં  ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

[8]
નાળિયેરના પાણીમાં  લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

[9]
રાત્રે  ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં
વઘાર કરીને
 પીવાથી ફાયદો થશે.

[10]
ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં  એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.

[11]
સંધિવામાં આવતા સોજા  પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

[12]
મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

[13]
હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય  છે. તેને રોજ
ભૂખ્યા પેટે ચાવીને ખાવું.


[14]
એક ચમચી તુલસીનો રસ અને  બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત  થાય છે.

[15]
જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો  રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.

[
ગ] હોમકેર ટિપ્સ

[1]  
દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ.  આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[2]  
ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે  દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[3]
આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં  માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[4]
મલાઈમાંથી ઘી બનાવતી વખતે  તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.

[5]
કાચના  વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.

[6]  
અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર  રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[7]  
વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું  પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી  જશે.

[8]
ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું  નથી.

[9]
બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે  છે.

[10]
પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે  એને કેરોસીનથી સાફ કરવી.


[
ચ] સોંદર્ય ટિપ્સ
 
[1] કાંદાનો રસ  અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે  છે.

[2]
ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું  નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.

[3]
એક મુઠ્ઠી જેટલી  અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ  પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.

[4]  
દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ  કરો. વાળની ચમક વધી જશે.

[5]
ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ  ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ  નાખો.

[6]
લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર  થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.

[7]
જાયફળ વાટીને ચહેરા પર  લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

[8]
ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા  માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર  લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.

[9]
કાંદા શેકી તેની પેસ્ટ  બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.

[10]
તુવેરની  દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી  વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

[
છ] જાળવણી ટિપ્સ
[1]  ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે  કપૂરની ગોળી રાખવી.

[2]
સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં  પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.

[3]
આમલીને લાંબો સમય તાજી રાખવા એક  કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને  ત્રણ-ચાર દિવસ સુકાવવી.

[4]
અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી  અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.

[5]
લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી  ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.

[6]
વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની  બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.

જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે "ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલો....
Visit Us @ www.MumbaiHangOut.Org
prem patel

No comments: