Sunday, April 27, 2008

Abdul Kalam

[‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2008માંથી સાભાર.]

ભારતના યુવાન નાગરિક તરીકે,
ટેકનોલૉજી,
મારા દેશ માટેનો પ્રેમ,
અને જ્ઞાનથી સજ્જ થઈને
મને પ્રતીતિ થાય છે કે, નાનું ધ્યેય એ ગુનો છે.

હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ
અને પસીનો પાડીશ,
એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે,
મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.

હું કરોડોમાંનો એક નાગરિક છું,
એક આર્ષદષ્ટિ જ કરોડો આત્માઓને પ્રજ્જવલિત કરશે;
એ મારી અંદર પ્રવેશી છે.
પૃથ્વીથી પર, પૃથ્વી ઉપર અને પૃથ્વીની નીચે રહેલા,
કોઈ પણ સ્ત્રોતની સરખામણીમાં
એક પ્રજ્જવલિત આત્મા
એ સૌથી વધારે શક્તિશાળી સ્ત્રોત છે.

વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે
હું જ્ઞાનનો દીપક જલતો જ રાખીશ.

No comments: