Monday, December 9, 2013

સુવિચારો.


મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .

વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી

 

દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . - આલ્બર્ટ આઈંસ્ટાઈન

 

હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ" - મેરી એન

 

ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે .

 

સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે . - આલ્બર્ટ આઈસ્ટાઈન

 

નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો...

 

વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી.




No comments: